સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ કેટલા હદે હોવા જોઇયે…? ઇન્સ્ટાગ્રામ દ્વારા બનેલ મિત્ર યુવકે યુવતીને બોલાવીને માર માર્યો હોવાનો આક્ષેપ..

॥આજકાલ સોશિયલ મીડિયા પર વસતા કેટલાક લોકોને જાણવાનું જરૂરી છે કે દરેક વસ્તુ મોજ-શોખ માટે નથી હોતી…
હાલમાં બનેલ ઘટનાના આધારે જાણવા મળ્યું કે સાવરકુંડલામાં રહેતી એક યુવતીએ શહેરમાં જ રહેતા એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશીપ કર્યા બાદ યુવકે તેને મળવા બોલાવીને બેફામ માર માર્યો હતો અને તેના અન્ય મિત્રએ કોઈને કહેશે તો મારવાની ધમકી પણ આપી હતી. આ બાબતને લઈને લોકોને સમજવાની જરૂર છે કે લોકેશન, પિક્સ, એકાઉનટ્સ વગેરે ને પ્રાઇવસી સાથે વાપરવા જોઇયે .
ત્યારે સાવરકુંડલાની એક 19 વર્ષીય યુવતીને કડવો અનુભવ થયો હતો. શહેરમાં જ રહેતા હિરેન કલ્પેશભાઈ જેઠવા નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થયા બાદ બન્ને વખતો વખત ફોન પર ટેક્સ્ટ મેસેજથી પણ વાતચીત કરતાં હતાં અને યુવકે મેસેજ કરીને તેને મળવા માટે બોલાવતા યુવતી તેને મળવા માટે પણ ગઈ હતી. યુવક તેને પોતાની કારમાં લઈ ગયો હતો ત્યારે યુવતીએ ટેકસ્ટ મૅસેજ અને વોટ્સએપ મૅસેજથી મને બદનામ કરીશ નહીં તેમ કહેતા યુવકે તેને પોતાની કારમાંથી રોષે ભરાઈને ઊતારી દીધી હતી અને બેફામ ગાળો આપી હતી , લાફાઓ મારીને કારના બોનેટ સાથે યુવતીના માથા પણ પછાડયા હતાં.
આ બાદમાં પણ મુકેશ ગોહિલ નામના યુવકે યુવતીને ફોન કરીને જો કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે ભોગ બનેલી યુવતીની ફરિયાદ પરથી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધતી જતી પ્રગતીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયાનો ઉપયોગ નોલેજ ,કળાપ્રવુતિઓને માટે કરવો જોઇયે તથા પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ફાયદાઓ કરતાં ગેરફાયદાઓ વધારે લેતા હોય છે ત્યારે આપણે સારા-ખરાબ નરસાની ખબર તદ્દન આવશ્યક બને ગઈ છે.
-મળતા સૂત્રો પ્રમાણે