કોરોનાકાળ દરમિયાન મંગળવારે માં મઢવાળીના દર્શન બંધ થાય તે પહેલાના ભક્તોનો મેળો….

ના દર્શન ના પૂજા, ના વાર ના તહેવાર, કે ના શિવરાત્રિ ના નવરાત્રિ, આ તે વળી કોરોનાની કેવી માયાજાળ…?
વર્તમાન સમયમાં પ્રવર્તતા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રોગ વધુ ન ફેલાય તે માટે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મંગળવાર પછી મંદિર નવરાત્રિ દરમ્યાન ભાવિકો માટે બંધ રહેશે. આ જાણ થતાજ બધા શ્રદ્ધારૂઓનું રવિવારે કચ્છ ધણિયાણી મા આશાપુરાના મંદિરે મેળો ઉમટ્યો હતો જેના કારણે વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. આસો નવરાત્રિ દરમ્યાન કેટલાક ભક્તો પગે તો કેટલાક ભક્તો દૂર દૂરથી માં આશાપુરના દર્શન કરવા આવતા હોય છે પરંતુ આ વખતે ભક્તોને માં આશાપુરાએ નવરાત્રી દરમ્યાન દર્શન કરવા હુકમ આપ્યું નથી.
સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે તા.13/10 થી તા.25/10 સુધી માતાજીના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે નહી. મંદિરના દ્વાર બંધ થાય તે પહેલા જ માતાજીના દર્શન અર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. હાલમાં કેટલાક દિવસોથી માં આશાપુરના દર્શન કરવા લોકો આવી રહ્યા છે તેના દ્રશ્ય જોઈ શકાય છે
-ખાસ સૂત્રો અનુસાર