મસ્કતી મહાજને લારી ચલાવતા 700 પરિવારોને 21 લાખની સહાય…

આ સમયમાં કેટલાક લોકો પાસે ધંધાપાણી બંધ છે તો કેટલાક લોકોને એક સમણું જમવાનું પણ નસીબ નથી. આવા સમયમાં કેટલાક લોકો હિમ્મત હારી જાય છે તો કેટલાક લોકો આગળ આવવાના પ્રયાશો કરે છે પરંતુ હાલમાં જાણવા મળ્યું છે કે મસ્કતી મહાજન દ્વારા 700 પરિવારોની મદદ કરવામાં આવી છે..
સૂત્રો અનુસાર મસ્કતી માર્કેટના ચેરમેન શ્રી.ગૌરાંગ ભગત અને સેક્રેટરી શ્રી.નરેશ શર્મા અને મહાજનના બીજા હોદ્દેદારોનું લારી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને તે દરમિયાન ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી લારી મંડળની ઓફિસમાં કોરોનાના કપરા સમયગાળામાં 700 પરિવારને રૂ. 3 હજાર લેખે રૂ. 21 લાખની મદદ મસ્કતી મહાજન દ્વારા કરવામાં આવી હતી. આ રકમ મજૂરના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવેલ હાતું. આ દરમિયાન મંડળના પ્રમુખ શ્રી.રાજુ વણઝારાની અસારવા વોર્ડમાં ભાજપના ઉપપ્રમુખ તરીકેની વરણી થતાં તેમનું મસ્કતી માર્કેટના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમયમાં કોઇની મદદ કરવીએ પ્રેણનારૂપ ગણાય . તેના માટે કેટલાક લોકોને સમર્થન મળતા તેઓ મદદ કરવા હમેશા તૈયાર હોય છે જે જિંદગી જીવવાની જીવાદોરી તરીકે કામ કરે છે.
મળતા માહિતી અનુસાર