લાખોંદમાં મહિલાને અપાઈ ધમકી સાથે જાતઅપમાન…!

લાખોંદની યુવતિએ થોડા દિવસ પુર્વે ફિનાઇલ પીધા બાદ આરોપી સામે રવિવારે નોંધાઈ ફોજદારી ….
વર્ષો જૂની ચાલતી જાતિવાદ પ્રણાલી આજે પણ દરેક સ્થળે જોવા મળે છે તેનો કિસ્સો હાલ લાખોંદમાં જ જોવા મળ્યો છે માહિતી અનુસાર જુની પ્રાથમિક શાળા પાસે વસતા મહિલાએ થોડા દીવસ અગાઉ ફિનાઇલ પીને મોતને આમંત્રણ આપ્યું હતું ,આ બનાવમાં લાખોંદની એક મહિલા સામે પદ્ધર સામે પૈસા અને દાગીના પરત આપી દેવાની ધમકી આપી જાતિ અપમાનિત કરાઇ હોવાની ફોજદારી નોંધાવાઇ હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ત્રણેક દીવસ અગાઉ પ્રેમીલાબેન મહેશ્વરીએ ફીનાઇલ પીધું હતું, જે રવીવારે ભાનમાં આવતા લાખોંદની એક મહિલા સામે ફોજદારી નોંધાવી અને જણાવ્યુ કે ત્રણ વર્ષ પુર્વે ફરિયાદી ગામના પ્રવીણ ગોવિંદ બરાડીયા સાથે મનમેળ થતા તેની સાથે ચાલી ગયા હતા, બાદમાં પરત આવી ગઇ હતી .
બાદમાં સમાજના લોકો દ્વારા સમાધાન કરી આપાયું હતું . ત્રણ દિવસ પૂર્વે પ્રવીણની બહેન સતીબેન લખુભાઈ આહિરનો ફરિયાદી પર ફોન આવ્યો હતો, તેણે કહ્યું કે “મારા ભાઈના પૈસા અને દાગીના પરત આપી દેજે નહીંતર પોલીસમાં કેસ કરીને ફીટ કરાવી દઇશ” અને સાથે જાતિ અપમાનિત કરતા અપશબ્દો બોલીને ગાળા-ગાળી પણ કરી હતી. આ બાબતે પોલીસે સતીબેન સામે એટ્રોસીટીની કલમનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
-મળતી માહિતી અનુસાર