સોશિયલ મીડિયાની ફ્રેંડશિપએ સમાજના લોકોનો આંખ ઉગાડનારો કિસ્સો

હાલમાં બનતી કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા ક્રાઇમ ઘર બની રહી છે. કેટલીક મહિલાઓ સમજ્યા-વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરીને તેના સાથે પ્રેમમાં ફસાય છે. તે તેના વીસે જાણ્યા વગર ગાડી, બંગલો , પ્રોફાઇલ પિક્ચર જેવા વડે એના પર વિશ્વાસ કરવા લાગે છે. અને પાછળથી પસ્તાવો વેઠવાનો વારો આવે છે.

આવો જ કિસ્સો પ્રકાશમાં આવી રહ્યું છે. રાજકોટના શખ્સે સોશિયલ મીડિયા દ્વારા સુરતના ઓલપાળની કોલેજીયન યુવતીને ફસાવી હતી. બીજી બાજુ યુવતીએ પણ ફેસબુક (Facebook) પર બંગલો જોઈને પ્રેમમાં લપસેલી યુવતી લગ્ન કરી લીધા અને પછી એક અઠવાડિયામાં જ તેને પસ્તાવો થવા લાગો હતો. આ ઘટનામાં કંટાળીને યુવતી રાજકોટ આવી ગઈ હતી અને તેના મામાએ પોલીસની મધ્યસ્થીથી તેને મુક્ત કરાવી હતી…

નાવ સંદર્ભે ગાંધીગ્રામના પી.આઈ. કે.એ. વાળાના જણાવ્યા મુજબ યુવતીના માતા, પિતા નવસારી રહે છે. યુવતી પાંચ વર્ષની હતી ત્યારથી મામા સાથે સુરતમાં રહેતી હતી. એકાદ વર્ષ પહેલા મિલન પ્રજાપતિ નામના વીજપોલના ખાડા ખોદવાનું કામ કરતા મજુરના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી. યુવતીને મિલને પોતે બંગલો, ગાડી ધરાવે છે, અર્ધો લાખનો પગાર છે અન્ય આવક છે એવી વાતો કહી અને ફેસબુક, ટીકટોકમાં બંગલો, ગાડી અને પોતાનો ખોટો ઠાઠ બતાવ્યો હતો.અને આ બધુ જોઈને યુવતી તેના પ્રેમમાં પડી ગઈ હતી. અને સાથે તેને કારમાં બોલાવીને ભરુચમાં રજિસ્ટર્ડ મેરેજ પણ કરી લીધા હતા.તેના પછી મકાન પણ જોયા હતા મકાન જોઈને તેના હોશ ઊડી ગ્યાં હતા તથા તેને બહાર જવા કે કઈ પણ દેતો નહીં. તે માત્ર અઠવાડિયામાં ત્રાસી ગઈ હતી.

આખરે યુવતીએ તેના મામાને જાણ કરતા મામા રાજકોટ દોડી આવ્યા હતા અને પોલીસની મદદ માગતા દુર્ગાશક્તિ ટીમ સાથે મળી યુવતીને મુક્ત કરાવી હતી. હાલ તો તેણે ફરિયાદ આપવાનો ઈન્કાર કર્યો હતો. અરજી લઈને કાર્યવાહી કરાઈ હતી.

-મળતા સૂત્રો પ્રમાણે