ગુજરાતમાં શરૂ થતાં નોરતા સાથે વરસાદ પણ કરશે આગમન, રાત્રે મુન્દ્રામાં વરસાદનું ઝાપટું…

mundrarain

હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ નોરતાની સાથે ગુજરાતમાં પણ આગમન કરશે.સૂત્રો અનુસા કચ્છના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે મુન્દ્રામાં રાત્રે વરસાદી ઝાપટું વરશ્યું હતું. જો કે, પ્રખર તાપ વચ્ચે બપોર બાદ ધુંધળા વાતાવરણથી લોકોને રાહત અનુભવ્યું હતી. વાતાવરણીય વિષમતા વચ્ચે કચ્છમાં દિવસે ઉચ્ચ તાપમાનથી ગરમી અને રાત્રે ઠંડી અનુભવાય છે. આગામી 5 દિવસ સુધી કચ્છના અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને પવનની ગતિમાં કોઇ વિશેષ ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગના રાકેશકુમારે જણાવ્યું હતું.

વરસાદની આગાહી વચ્ચે મુન્દ્રામાં રાત્રે 10 મિનિટના વરસાદી ઝાપટાંથી માર્ગો ભીના થયા હતા. ગુરુવારે કંડલા પોર્ટ 38.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. તો વળી રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના કાશ્મીર નલિયામાં 19.2 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ 37.2, લઘુત્તમ 22.6, કંડલા એરપોર્ટ મહત્તમ 36.4, લઘુત્તમ 23.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ન આવતા, ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગની આગાહીએ પાછા ખેડૂતો ની ચિંતામાં વધારો કર્યો છે.

-મળતા સૂત્રો પ્રમાણે