ભુજના સંજોગનગરમાં વસતા યુવકના ઘરે દારૂ પકડાતાં તેની ધરપકડ

ગુજરતમાં જ્યારે દારૂનો વેપાર કાયદાકીય રીતે વેપાર કરવો ગુનો છે ત્યારે કચ્છના ભુજ વિસ્તારના સંજોનગરમાં વસતા બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને રહેણાકના મકાનમાંથી રૂ.23,175ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. જ્યારે માલ આપનારનું નામ ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ દરોડા દરમિયાન સંજોગનગર ગરબી ચોકમાં રહેતા સુમાર કરીમમામદ ખાસકેલી (ઉ.વ.32)ને પોલીસે રૂ.23,175ની કિંમતની 33 નંગ દારૂની બોટલ અને રૂપિયા 5 હજારની કિંમતના મોબાઇલ સહિત રૂ.28,175ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂની ડીલીવરી કરનારો સિસ્ટેડ આરોપી ઇબ્રાહિમ હાસમ કેવર રહે લોટસ કોલોનીવાળો પોલીસને હાથ લાગ્યો નહોતો. આરોપીના કબજામાંથી મુદામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ વિરૂધએ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબીશન ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
-મળતા સૂત્રો અનુસાર