ઇશ્વરિયા ગામમાં વીજશોક લાગતા આધેડનું મોત

વડીયા : તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા એક ખેડૂત પોતાની વાડીએ પાણી વાળતા હતા ત્યારે અચાનક તાર ફેન્સીંગમાં અડી જતાં તેને કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.વિજય શોક લાગતા આધેડના મોતની આ ઘટના વડીયા તાલુકાના ઇશ્વરીયા ગામે બની હતી અહીં આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પ્રવિણભાઇ શંભુભાઈ ભીમાણી (ઉ.વ 55) નામના આગળ પોતાની વાડીએ સવારના ખેતીએ હતા.આ દરમિયાન તાર ફેન્સીંગમાં અડી જતા તેમને વીજ શોક લાગ્યું હતું જેના કારણે ત્યાજ તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ચંદુભાઈ શંભુભાઈ ભીમાણીએ વડીયા પોલીસ મથકમાં જાણ કરી હતી. આ બનાવથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.તેની વધુ તપાસ ASI ગઢવીએ હાથ ધરી છે.

-મળતા સૂત્રો અનુસાર