સાત માસ બાદ યાત્રાળુઓ આજથી મધ્યગીરમાં ભગવાન તુલસીશ્યામના દર્શન કરી શકશે: સમય સવારના 9થી સાંજના 6 સુધીનો

કોરોના માહામારીના કારણે ધાર્મિક સ્થળો, સિનેમાહૉલ, મલ્ટીમીડિયા તથા જ્યાં ભીડ થાય તેવી દરેક જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. હાલમાં ગરબા રમવાની પણ છૂટ આપવામાં આવી નથી તેમજ આરતીમાં જોડાવા માટે લાઈવ દર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે તુલસીશ્યામ તીર્થધામના દર્શન માટે હાલમાં સૂચનો બહાર પાડવામાં આવ્યું છે.
સૂત્રો પ્રમાણે તુલસીશ્યામ તીર્થધામમાં ભગવાન શ્યામનાં દર્શન માટે તા. 19 ઓક્ટોબરના સોમવારથી મંદિર ખોલવામાં આવશે. લોકડાઉન બાદ સાત મહિના બાદ દર્શનાર્થીઓ માટે આ મંદિર ખુલ્લુ મુકાશે. દર્શન માટેનો સમય સવારનાં 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. મધ્ય ગીરમાં ભગવાન શ્યામ સુંદરના તીર્થસ્થાન તુલસીશ્યામમા હવે યાત્રાળુઓ દર્શન કરી શકશે. પરંતુ ટ્રસ્ટ દ્વારા હવે આવતીકાલે સોમવારથી મંદિર ખોલવાનો નિર્ણય લેવાયો છે. જે લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે બંધ રાખવામા આવ્યું હતું…
વરસાદના કારણે લીલુછમ છવાયેલું હોય છે વાતાવરણ તેના લીધે તહેવારોના દિવસોમાં ગીર પ્રવાસીઓથી ઉભરાતું હોય છે. અહીંનો રમણીય નજારો મન મોહી લે તેવો છે. ખાસ કરીને દીપાવલીના તહેવારના દિવસોમાં ગિરના તીર્થસ્થાનો અને ફરવા લાયક સ્થળો પર ભારે ભીડ ઉમટે છે. જોકે તુલસી શ્યામ મંદિર દર્શનાર્થી માટે બંધ હોવાથી અહીં પ્રવાસીઓની સંખ્યા જૂજ રહેતી હતી.ઉલ્લેખનીય છે કે હમણાં જ આ તીર્થધામ પર રૂક્ષ્મણીજીનાં ડુંગર પર પૂજ્ય મોરારી બાપુની શ્રોતા વગરની રામકથાનું ગાન થયું હતું. અહીં પુરાણ પ્રસિદ્ધ ગરમપાણીનાં કુંડ આવેલાં છે. હાલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. સરકારનાં નિર્દેશ અનુસાર હાલમાં સોમનાથ તેમ જ દ્વારિકા મંદિરનાં દ્વાર પણ ખૂલ્યાં છે, ત્યારે કોસ્ટલ હાઇવે પર જતાં આવતાં યાત્રાળુઓ માટે ગીર મધ્યે સ્થિત ભગવાન શ્યામનાં દર્શનનો પણ લાભ પ્રાપ્ત થાય એ હેતુથી ટ્રસ્ટી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ભોજનાલય સંપૂર્ણપણે બંધ રાખવામા આવશે તેને ખુલ્લા મૂકવા માટે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી…
-અહેવાલ પ્રમાણે