એ હાલો ગરબે રમવા….! હવે રમો ઘરબેઠા લાઈવ ગરબા …

નવલા નોરતા શરૂ થઈ ગયા છે પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે નવરાત્રિમાં સોસાયટી, ક્લબો કે પાર્ટીપ્લોટમાં ગરબાના આયોજન આ વર્ષે નથી થવાના તેથી શહેરીજનો ઘરે જ ગરબા રમી રહ્યા છે. શહેરના સુભાનપુરા, ઓ.પી. રોડ તેમજ બીજી અનેક સોસાયટીની મહિલાઓએ દીવા પ્રગટાવી, માતાજીની આરાધના કરી હતી. ત્યાર બાદ ગરબા રમ્યા હતા અને ગરબાની મોજ મચાવી હતી.

ગુજરાતમાં બરોડાના ગરબા વિશ્વવિખ્યાત હોવાથી નવરાત્રિનો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળતો હોય છે. હાલ કોરોનાની વિસ્તરતી સ્થિતિને ધ્યાનમાં રાખતા જાહેર સ્થળો પર ગરબા રમવા શક્ય ના હોવાથી શહેરીજનો તેમનો આ ઉત્સાહ ઘરમાં રહીને ગરબે રમી આનંદ કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિગને ધ્યાનમાં રાખી માસ્ક પહેરીને મહિલાઓએ ગરબા ગુમતા જોવા મળી રહ્યા છે.

આ વર્ષે કોરોનાને માત નહીં ડાહી શકાય પરંતુ ગુજરાતીઓ હમેશાં તહેવારોને આનંદ અને ઉત્સાહથી ઉજવવા રસ્તો સોધી લેતા હોય છે . એટ્લે જ કહેવાય છે હા હું ગુજ્જુ…..!

-મળતા સૂત્રો પ્રમાણે ….