વડિયા નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત

અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું હતું જ્યારે વડીયા નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત નિપજ્યું હતું. અકસ્માતની પ્રથમ ઘટના સાવરકુંડલાના રામગઢ નજીક બની હતી સાવરકુંડલામાં રહેતા ચિરાગભાઈ જીતેન્દ્રભાઈ માધવાણી નામનો યુવક મોટરસાયકલ લઇ અહીંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઇક ઝાડ સાથે અથડાતા તેમનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સોનલબેન ચિરાગભાઈ માધવાણીએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી. જ્યારે અન્ય એક ઘટનામાં વડીયા નજીક બે બાઇક અથડાતા નારણભાઈ નાનજીભાઈ ખીમાણી નામના આધેડને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે ભરતભાઈ નારણભાઈ ખીમાણીએ અકસ્માત સર્જનાર બાઇક ચાલક શામજીભાઈ ચૌહાણે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અને તેની પોલીસએ તપાસ હાથ ધરી હતી.

-મળતા સૂત્રો અનુસાર