ભુજમાં 15 ફૂટ ઉંડી ભોંખાળમાં પડી ગયેલી ગાયને સેવાભાવીઓએ બચાવી,

ભુજમાં વરસાદી મૌસમના કારણે ક્યારેક રખડતા ઢોર તો ક્યારેક ગટર-ખાડાઓની સમસ્યા રહે છે. ત્યારે ભુજમાં સંજોગ નગરના ત્રણ રસ્તા પાસે 15 ફૂટ ઊંડી ભોખારનો ઢાંકણો તૂટી પડતાં ગાય તેની અંદર પડી ગઈ હતી. જેને હિન્દુ યુવા સંગઠન, નવી જથ્થાબંધ બજાર તેમજ ગૌરક્ષા દળ દ્વારા નગરપાલિકાની મદદથી બે કલાકની જહેમત બાદ ક્રેન દ્વારા બહાર નિકાળવામાં આવી હતી. ગાયને તાત્કાલિક સુપાર્શ્વ સંસ્થામાં સારવાર માટે મોકલવામાં આવી હતી. તેવું ધીરેનભાઈ જોશીએ જણાવ્યું હતું.