ભુજની મામલતદાર કચેરી ભગવાન ભરોસે, અરજદારો ફિક્સ કર્મચારીઓના મોહતાજ

ભુજ મામલતદાર કચેરીમાં ફિકસપગારે કામ કરતા કર્મચારીઓનું જ રાજ ચાલતું હોય તેવો તાલ છે. મામલતદાર માત્ર એસી કચેરીમાં બેસીને આરામ ફરમાવતા હોય તેવું ચિત્ર જનસેવા કેન્દ્રમાં વિવિધ કામો માટે હેરાન થતા લોકોન જોઈને ઉપસ્યું છે. કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓનો લોકો લાભ લઈ શકે તે માટે આિાર્થક રીતે નબળા વર્ગનું સર્ટીફિકેટ,રાશન કાર્ડ વગેરે જેવી અનેક સેવા આપવાની વ્યવસૃથા ઉભીકરી છે. પરંતુ મામલતદાર કચેરીમાં અિધકારીની બેદરકારી અને કર્મચારીઓની મનમાનીના કારણે અરજદ રો અંતે કંટાળીને પાછા ચાલ્યા જાય છે. સૌથી નવાઈની બાબત એ છે કે, મામલતદાર કચેરી ની બાહર બેસતા અમુક લોકો દ્વારા અહીં ફોર્મના પણ નાણા પડાવવા ષડયંત્ર ચાલતું હોય તેવું બહાર આવ્યું છે.આમછતાં હજુપણ સરકારી બાબુઓને કચેરીના યોગ્ય વહીવટમાં રસ ન હોય તેવું ભાસી રહ્યું છે. અધુરામાં પ્રશ્ન ના કર્મચારીઓ પણ યોગ્ય માહિતી આપતા ન હોવાથી અરજદારો તાલુકા પંચાયત થી મામલતદાર કચેરી વચ્ચે માહિતીના અભાવે ધક્કા ખાઈ રહ્યા છે.મામલતદાર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લે અને યોગ્ય કાર્યવાહી લાગતાં વળગતા અધિકારી દ્વારા કરવામાં આવે તે જરૂરી બન્યું છે