મુન્દ્રા તાલુકાના ખેડૂતોને કિસાન યોજના અંતર્ગત સહાય આપવા કરાઇ માંગ

મુન્દ્રા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ ગયું હોવાથી રાજ્યસરકાર મુખ્યમંત્રી કિસાન યોજના અંતર્ગત સહાય આપે તે અંગેનું આવેદન મુન્દ્રા તાલુકાના ભારતીય કિસાન સંઘે સ્થાનિક મામલતદારને આપ્યું હતું. રજુઆતમાં હાલ પંથકમાં સીઝનનો 270 ટકા જેટલું વરસાદ થતા તમામ પાકોને મોટેપાયે નુકસાન થયું હોવા બાબતનો ઉલ્લેખ કરી કિસાનોએ વાવેલા કપાસ, એરંડા અને મગફળી પાછળ લણણી કરી ભારે મહેનત બાદ પણ 25 ટકા પણ પાક ઉતર્યો ન હોવાની દશા દર્શાવી સરકારશ્રીની NDRF યોજના મુજબ નહીં પરંતુ મુખ્યમંત્રી કિસાન યોજના અંતર્ગત સહાય આપવાની માંગ કરાઇ રહી છે. તેમજ 2018 ના ખરીફ વર્ષનો મગફળી અને 2019નો કપાસ-એરંડાનો પાકનો વીમો આજ સુધી ખેડૂતોને મળ્યો ન હોવાનું ટાંકી, જો વહેલી તકે તેનું ચુકવણું નહીં કરાય તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવાની ચીમકી ઉચ્ચારી છે.
-સૂત્રો પ્રમાણે