માંડવી તાલુકાના ગોધરા ગામના રહેવાસી પ્રવીણભાઈ ભગત પટેલનું સોર્ટ લાગતાં મૃત્યુ


માંડવી તાલુકાના ગોધરા ગામના રહેવાસી પ્રવીણભાઈ ભગત પટેલ નું તા21-10-2020 ના રોજ હમલા મંજલ ની સીમમાં પવન ચકી કંપની બેદરકારીથી થાભલામાં સોર્ટ લાગેલ જેથી મૂર્તયું થયેલ છે અને આજે તા:22-10-2020 ના રોજ પ્રવીણ ભાઈ ની બોડી પરિવાર ના સભ્યો તેમજ સમાજના આગેવાનો સ્વીકાર કરેલ નથી અને હાલમાં બોડી ને ગઢસીસા થી ભુજ હોસ્પિટલ લઈ ગયેલ છે કારણ કે ગઢસીસા હોસ્પિટલ મા બોડી ને સાચવવાની વ્યવસ્થા નથી અને જ્યાં સુધી ફરિયાદ દાખલ નહિ થાય અને આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી બોડી લેવામાં નહિ આવે અને બોડીને કાંઈ પણ થશે તો એની સપૂણ જવાબદારી પોલીસ તંત્ર ની રહેશે એવું પરિવારના સભ્યો તેમજ સમાજના આગેવાનો નું કહેવું છે અને આ બનાવ માં ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ વિવિધ સંગઠનો જોડાયા છે હાલમાં ગઢસીસા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે.
-અહેવાલ મયુર મહેશ્વરી
ગઢસીસા કચ્છ