કેરાળાની હોટેલમાં લાઇટ રીપેર કરતાં વીજ કરંટ લાગતા 1નું મોત…

હાલમાં બનતા વીજ કરંટના કિસ્સાઑ પણ વધી રહ્યા છે. તેમાં રહેલી બેદરકારી આખરે મોતનો ભોગ બને છે . ત્યારે બાવળા તાલુકાના કેરાળામાં આવેલી શક્તિ કૃપા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવતાં આફતાબ મોહમંદભાઇ અને તેમનો ભાઇ 20 દિવસ પહેલા બપોરે પંચરની દુકાન ઉપર હાજર હતાં. ત્યારે શક્તિ કૃપા હોટલોનાં માલિક વિનુભાઇનો સાળો લાલાભાઇ આવ્યો હતો અને જણાવ્યું હતું કે હોટલ ઉપર ઇલેક્ટ્રીક લાઇટ બંધ છે.જે ચાલુ કરવાની છે. જેથી આફતાબ અને લાલાભાઇ બંન્ને જણાં પંચરની દુકાન તરફથ વિશ્વેશ્વ બ્રિજ નજીક આવેલા ઇલેકટ્રીક લાઇટના ટ્રાન્સફોર્મર ઉપર હોટલની લાઇટ રીપેર કરવા ગયા હતાં. ત્યાં આફતાબને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં તેના ભાઇએ તેને બાવળા ખાનગી હોસ્પીટલમાં લઇ આવ્યા હતાં. ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સોલા સીવીલ ખાતે લઈ ગયા હતાં. પરંતુ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જતાં ત્યાં તેમનું મોત નીપજયું હતું.

-સૂત્રો અનુસાર