રાપર જંગલ ખાતાના બે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા રાજકોટ ઔધોગીક ન્યાય પંચનો આદેશ

રાપરમાં રેંજ ફોરેસ્ટ ઓફિસમાં કામ કરતાં બે કર્મચારીઓ સિદ્ધરાજસિંહ ભીખુભા વાઘેલા તેમજ પચાણ પાચા રબારી જે રોજમદાર કર્મચારીઓને કાયમી કર્યા ન હતા પણ કેસના અંતે કાયમી કરવા રાજકોટ ઔધોગીક ન્યાય પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યું છે તેમજ 30 દિવસમાં તેમને બધાય લાભ આપી દેવાનો પણ આદેશ આપવામાં આવ્યું છે.
આ બંને કામદારોએ કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચ ટ્રેડ યુનિયનના પ્રમુખ દર્શક અંતાણીને મળતા આખો કેસ શ્રમ આયુક્ત કચેરીમાં નોંધાયું હતું. શ્રમ આયુક્ત કચેરીએ આ કેસ રાજકોટ ઔધોગીક ન્યાય પંચ આપતા જે કર્મચારિઑની તરફેણમાં કાયમી કરવાનો હુકમ ફટકારયું હતું. ધારાસાસ્ત્રી યોગેશ મહેતા રાજકોટ ઔધોગીક ન્યાય પંચમાં હજાર રહી ધારદાર દલીલો સાથે પુરાવા સાબિત કરીને કર્મચારીઓને કાયમી કરી 1લી જાનુયારીથી વળતર આપવાનો હુકમ કર્યો.

-સૂત્રો અનુસાર