નલિયા એરફોર્સના જવાન સાથે ઠગાઇ કરીને રૂ.1.20 લાખ પડાવી લીધા
copy image

ટેક્નોલોજીનો ઉપયોગ લોકો ગેરકાનૂની રીતે કરે છે. હાલમાં નલિયામાં ફરજ બજાવતા મૂળ પુનાના જવાન સાથે વિશ્વાસ જીતીને રૂ.1.20 લાખની ઓનલાઇન ઠગાઇ કરવામાં આવી હતી. તેની ફરીયાદ નલિયા પોલીસ મથકે નોંધી છે.સૂત્રો અનુસાર નલિયા પોલીસ મથકે વેંકેટેશ કે.વિજયન નાયડું (ઉં.વ 33 મૂળ પુનાના) હાલમાં રહે.નલિયાના યુવકે અલગ-અલગ નંબરથી આવેલ કોલ સામે ગુનો નોધાવ્યું છે. સમા પક્ષે બેન્કનું અધિકારી છે તેમ કહીને ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું તે ચાલુ કરાવીને તેમજ તેમની લિમિટ્સ વધારી આપસે તેવી લાલચ આપીને વિશ્વાસ જીતી બધી બેન્ક અને કાર્ડની માહિતી પડાવી લેવાઈ હતી. ત્યારે સિટી બેન્ક ઓફ મુંબઈના કાર્ડમાથી રૂ.60 હજારના બે ઓનલાઇન ટ્રાનજેકશન કરીને કુલ રૂ.1.20 લાખની ઠગાઇ નોંધાઈ છે. તેની વધુ તપાસ CPI એચ.એસ જાડેજાએ હાથ ધરી છે.
-માહિતી અનુસાર