ઈદ-એ-મિલાદ-ઉન-નબી : ઈદની પૂર્વ સંધ્યાએ મસ્જિદો રોશનીથી ઝગમગી ઉઠી

ઇસ્લામ ધર્મના લોકો પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ ના સ્વરૂપે ઉજવણી કરે છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ , આ તહેવાર ત્રીજા મહીને રબી-ઉલ-અવ્વલના ૧૨માં દિવસે મનાવવામાં આવે છે. ઇદ-એ-મિલાદ આ વર્ષે ૨૯ ઑક્ટોબરની સાંજથી લઇને ૩૦ ઑક્ટોબરની સાંજ સુધી રહેશે. જો કે, ભારતમાં આ તહેવાર ૩૦ ઑક્ટોબરે જ ઉજવવામાં આવશે. પયગંબર મોહમ્મદ સાહેબની યાદમાં આ દિવસે લોકો દ્વારા જુલૂસ નિકળે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ બાબત મુશ્કેલ છે. ભુજની બે મુખ્ય એવી મસ્જિદ કુંભારવાળી મસ્જિદ અને મોલુવાલી મસ્જિદને ઈદની પૂર્વ સંધ્યાએ રોશનીથી જળહળતી કરાઈ છે.

-માહિતી અનુસાર