ચાઇનીઝ દિવડાઓનું કરાયું ત્યાગ: કચ્છમાં ગોબરના દિવડાઓની માંગમાં વધારો


ભારત-ચીન સીમાના તણાવને લીધે લોકોના મનમાં દેશપ્રેમનો દીપ ચોક્કસ પ્રજ્જવલિત થઈ ગયો છે ,જેની અસર દીવાળી પહેલા કચ્છમાં દીવડાની બજારમાં પર પણ અસર દેખાઈ રહી છે,ચાલુ વર્ષે ૭૫૦૦૦ જેટલા મોટી સંખ્યામાં દીવડાઓ જિલ્લામાં બની અને વેચાઈ પણ થઈ ગયા છે,અને દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરરોજ ૧૫૦૦-૨૦૦૦ દીવડાની માંગ વધારાઈ છે.ભુજ તાલુકાના કુકમા ગામે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગૌસંવર્ધન અને ગૌ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે,ત્યારે આ વર્ષે ૨૫૦૦૦ દીવડા બનાવી તેનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે તેમ મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકી દ્વારા જણાવાયુ હતું. તેમણે વધારામાં કહ્યું કે,”કામધેનુ દિવાળીનો પ્રયોગ કરાયો છે જેને લઈને ખુબ લોકજાગૃતિ થઇ છે.ગાયના ગોબરના દીવડાની ખૂબ મોટી માંગ આવી હતી. અત્યાર સુધી રામકૃષ્ણ ટ્રસ્ટ્માં ૨૫૦૦૦ દીવડાનું નિર્માણ કરી વેચાણ કરી દેવાયું છે. હજુ દરરોજ ૧૫૦૦-૨૦૦૦ દીવાડાના ઓર્ડર આવે છે.” અંજારમાં મેઘજીભાઈ હિરાણીએ પણ ૫૦,૦૦૦ દીવડા નિર્માણ કરીને વેચી નાખ્યા છે તેમ મનોજભાઈ દ્વારા જણાવાયું હતું.ગાયના ગોબર માંથી રોજગારી ઉભી કરવામાં આવી છે ,રામકૃષ્ણ ટ્રસ્ટના ગોબર દીવડા પાછળનો આશય જોઈએ તો, ચાઈનીઝ ફટાકડાનો ધુમાડો નુકશાનકારક હોવાથી તેને ઓછું કરવા ગોબરના દીવડાને ઘી થી પ્રજવલ્લિત કરીને તેનો ધુમાડાથી વાતાવરણ શુદ્ધ કરી શકાશે છે.આ ઉપરાંત ચાઈનીઝ દીવડા કે સિરીઝથી જગમગાટ કરવાના બદલે રામજન્મભૂમિ પછી પહેલી દિવાળી ખરેખર સાંસ્ક્રુતિક રીતે ઉજવાય એ હેતુ રહ્યો છે .આ સાથે જ કોરોના મહામારી વચ્ચે સ્થાનિક કારીગરોને મોટી રોજગારી પણ મળી રહેશે.
-સૂત્રો અનુસાર