નિકિતના માતા-પિતા તેની પુત્રીને મળવા પહેલાં સાસુની અંતિમવિધિમાં ગયા, નિકિતાની ધરપકડ


ગોતા રોયલ હોમ્સમાં સાસુ રેખાબહેનની હત્યા કરનારી પુત્રવધૂ નિકિતાનાં માતા-પિતા રાજસ્થાનથી અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. તેમણે પહેલાં રેખાબહેનની અંતિમક્રિયામાં હાજરી આપી, ત્યારબાદ દીકરી નિકિતાને મળવા માટે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ગયાં હતાં. માતા-પિતાને જોતાંની સાથે જ નિકિતા બંનેને ભેટીને રડીને કહ્યું કે પોતાનાથી ખોટું થઇ ગયું હોવાનો અફસોસ વ્યકત કર્યો હતો. જ્યારે બીજી બાજુ નિકિતાનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતાં પોલીસે ગુરુવારે બપોરે 1 વાગ્યે નિકિતાની ધરપકડ કરી હતી. નિકિતાને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર સોલા PI જે.પી.જાડેજા એ જણાવ્યું હતું કે નિકિતાની ધરપકડ કર્યા બાદ, તેને બપોરે 1:15 વાગે ફલેટે લઈ જવામાં આવી હતી અને હત્યાની ઘટનાનું ઉગ્ર સ્વરૂપ કેમ લેવામાં આવ્યું તેનું ચિત્ર લેખન કરવામાં આવ્યું હતું. બીજી બાજુએ નિકિતાએ તેના મોબાઈલમાંથી સસરા સાથેના વોટસએપ ચેટ ડિલિટ કરી દીધા હતા. જેથી પોલીસે નિકિતા, દિપક અને રેખાબહેનના મોબાઈલ ફોન તપાસ માટે FSLને મોકલી આપ્યા હતા. જ્યારે જે લોખંડના સળિયાથી રેખાબહેનની હત્યા કરવામાં આવી હતી તે સળિયો અને લોહીના ડાઘાવાળા રેખાબહેન અને નિકિતાના કપડાં પણ તપાસ માટે FSLમાં મોકલી દેવાયા હતા.
પોલીસે નિકિતાનું નિવેદન લીધું હતું કે સાસુ નિકિતા અને સસરા રામનિવાસ ઉપર વહેમ રાખતા હોવાનું તેમ જ નિકિતાના પેટમાં રહેલું ગર્ભ પણ સસરા રામનિવાસનું છે એવું આક્ષેપ કરતાં હોવાનું લખાવ્યું હતું. જ્યારે રામનિવાસને કોરોના થયો હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમનું તેમજ દિપકનું નિવેદન લેવાનું બાકી છે. રેખાબહેનની હત્યા નિકિતાએ એકલી એ જ કરી હતી કે તેની મદદમાં બીજું કોઇ હતું તે જાણવા માટે પોલીસે ફલેટના સીસીટીવી ફુટેજ એકત્રિત કર્યા છે. આ સીસીટીવી ફૂટેજનું એનાલિસીસ કરવા માટે પોલીસની એક ટીમ કામે લાગી છે.વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
-સૂત્રો અનુસાર