પ્રહલાદનગરમાં વિદેશી દારૂ રૂ.45865 કિંમતની બોટલ સાથે બુટલેગર જબ્બે


અહમદાવાદમાં હાલમાં મોટા પાયે દારૂનો ગોડાઉન મળી આવ્યું છે ત્યારે બીજું એક કેસ નજરે ચડે છે કે, પ્રહલાદનગર નજીકના કૃષ્ણધામ વિભાગ – 2 માં રહેતા દિનેશભાઇ કાળુજી કલાલ(36) ઘરમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ કરતા હોવાની બાતમી PCB PSI એ.ડી. ચાવડાને મળી હતી. જેના આધારે તેમણે સ્ટાફ સાથે દિનેશના ઘરે દરોડો પાડ્યો હતો. તે દરમિયાનમાં તેના ઘરમાં વિદેશી દારૂની 72 બોટલ (કિંમત રૂ.45,865)મળી આવી હતી. આ અંગે પોલીસે દારૂની બોટલો સાથે દિનેશભાઇને ઝડપી લઈ તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.
-સૂત્રો અનુસાર