પતિના પરસ્ત્રી સાથે સંબંધનો વિરોધ કર્યો તો પત્નીનું ફેક ID બનાવી બદનામીનું કારસ્તાન પોલીસ ફરિયાદ


હાલમાં જોવા મળતા અનેક ગુનાહિત કિસાઓ સામે લોકો દોરાઈ રહ્યા છે. હમણાં દહેજ, કાવતારાઓ તથા ખૂની ખેલના અનેક કિસાઓ સામે આવે છે. ત્યારે દહેજના ભૂખ્યા સાસરીયાઓના ત્રાસને કારણે પરિણીતા નાના બાળક સાથે પિયર આવી રૂદરપુરાના કુંભારવાડમાં રહેતા સાસરીયાઓ વિરૂદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યૂ હતું. 27 વર્ષીય પરિણીતાએ જણાવ્યું કે, લગ્નના દિવસમાં પતિનું બીજી સ્ત્રી સાથે અફેર હોવાનું જાણવા મળતા સાસુ-સસરાને વાત કરી હતી. જેથી પતિએ પરસ્ત્રી સાથે સંબંધ ન રાખવાની બાંયધરી આપી હતી. પછી પતિ અને સાસરીયાઓએ પરિણીતાના પિતાની દુકાન માંગી હતી જે આપવાની ના પાડતા પતિએ પત્નીને બદનામ કરવા સોશિયલ મીડિયા પર પત્નીના નામનું ફેક ID બનાવી છોકરા સાથે ફ્રેન્ડશીપ કરી હોવાનો ખોટા પુરાવા ઊભા કરી પત્નીને બદનામ કરી હતી. જેથી પત્નીએ પતિ મોહંમદ સોહેલ લાકડાવાલા, મુનીરાબીબી અને રફીક ગુલામ સામે ગુનો નોંધ્યો છે.
-સૂત્રો અનુસાર