નકલી નોટે બનાવતા આરોપીની 17 વર્ષ બાદ ધરપકડ

ડુપ્લિકેટ નોટની તપાસમાં જેનું નામ સામે આવ્યું છે તે વ્યક્તિ જુનાગઢમાં ડુપ્લીકેટ નોટના ગુનામાં પકડાયો અને રાજકોટની જેલમાં 10 વર્ષની સજા કાપી ઘર છોડી ફોનનો ઉપયોગ ન કરી છેલ્લા 5 વર્ષથી રાજકોટ પાલિકાના સુલભ શૌચાલયમાં નોકરી કરતો હતો.SOGએ વોચ ગોઠવી હસમુખ ઉમિયા શંકર જોષી(ઉ.વ.58 રહે. રાજકોટ)ને 17 વર્ષે પકડી પાડ્યો છે. સૂત્રો અનુસાર વર્ષ 2003માં અઠવાલાઇન્સ પોલીસે રૂ.2.60 લાખની ડુપ્લીકેટ નોટો સાથે ભીખા ઉર્ફે ભરત રાણપરીયાને પકડી પાડ્યો હતો. ભીખા સાથે તે વખતે હસમુખ જોષી ભાગી ગયો હતો તે પણ હસમુખ ઝેરોક્ષ મશીનથી ચલણી નોટ બનાવતો હતો. હસમુખ 2001માં ભાવનગરમાં, ચોટીલામાં, તેમજ જુનાગઢમાં ડુપ્લીકેટ નોટોમાં પકડાયો હતો.વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

-માહિતી અનુસાર