કચ્છમાં મિલાદુન્નબીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની કચ્છમાં સાદગીપૂર્વક અને વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિના કારણે આ વર્ષે જુલુસ કાઢવામાં આવ્યા ન હતા. ઇદના પવિત્ર તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને ઉજવણી કરી હતી. ઇદે મિલાદુન્નબીના પ્રસંગે ભુજના સેવાભાવી યુવાઓએ ભુજની અદાણી ગેઇમ્સ હોસ્પિપટલ તથા માનસીક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટ્સ તથા બિસ્કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં તાૈસિક અકબાનીના નેતૃત્વ હેઠળ આતીફ અ.કરીમ મેમણ, અ.મજી.દ ખત્રી, સોએલ અન્સારી, અરમાન મેમણે વ્યવસ્થા સંભાળી હતી. તથા અન્ય લોકો પણ જોડાયા હતા.

માહિતી અનુસાર પયગમ્બર ઇસ્લામ હઝરત મોહમ્મદની જન્મજયંતી નિમિતે ખાખી ચેરીટેબલ ટ્રસ્ટ તથા મુસ્લિમ યુવા સર્કલ ભુજ તરફથી રૂા. 2100નું અને અન્ય દાતા તરફથી રૂા. 2000નું અનુદાન સેવાકીય કાર્યો માટે મિતેશભાઇ શાહને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇમરાન ચૌહાણ, મજીદભાઈ પઠાણ, અખ્તર લાંગાય, હનીફ જત, ઇમરાન રાઠોડ, ઇમરાન ખલીફા તથા સાજીદ માંજોઠી વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 54 બોટલ રક્ત એક્ત્રીત કરી રક્ત અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલને અર્પણ કરાયું હતું તેમજ આયોજકો દ્વારા મહેમાનો અને ડોકટરોનુ સન્માન પણ કરાયું હતું. ભચાઉ નગરપાલિકાના કારોબારી ચેરમેન, કચ્છ રાષ્ટ્રીય એકતા મંચ કચ્છના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ મુસ્લમ વેપારી એસો.ના પ્રમુખ સૈયદ લતીફશા હાજી અલીઅકબરશા બાપુ, ખેતસીભાઇ મારૂ, જમીલભાઇ કરુણ અઝીમભાઇ શેખ, વીરજીભાઇ દાફડા, સામજીભાઇ દરજી, મનજીભાઇ રાઠોડ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં વાગડ વેલફેર હોસ્પિટલનો સ્ટાફ અને ઇશ્વર ભાઇ ઓઝાએ યોગદાન આપ્યું હતું. અબ્દુલ સમાણી, હાજી અબ્બાસભાઇ અન્સારી, સુરેશભાઇ કાટેચા, ભરતભાઇ પરમાર, ગુલામહુસેન સીદીએ સંચાલન સંભાળ્યું હતું. તથા ઈદ-એ-મિલાદના પ્રસંગની પણ અંજારમાં શાંતિ પૂર્વક ઉજવણી કરીને શહેરના રાયમા ગ્રુપ દ્વારા 400 કિલો મોહનથાળનું વિતરણ કરાયું હતું… .

-સૂત્રો અનુસાર