નાય અને નખત્રાણાના ચંન્દ્રનગરના લિસ્ટેડ બુટલેગરોની ધરપકડ

copy image

હાલમાં વધતાં બૂટલેગરોની કેસમાં અનેક પાસાઓ ફેરવાય છે. ત્યારે આ પાસાને ફેરવાવા અબડાસામાં પેટા ચુંટણીને પગલે દારૂના કેસમાં અનેક વખત પકડાઇ ચુકેલા અબડાસા તાલુકાના ખાનાય ગામના અને નખત્રાણાના ચંદ્રનગરના લિસ્ટેડ બુટલેગરોની એલસીબીએ શુક્રવારે તપાસ હાથ ધરી છે. સૂત્રો અનુસાર ખાનાયના લીસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે સોમસિંહ તગજી સોઢા (ઉ.વ.30) અને ચંદ્રનગરના કારૂભા ઉર્ફે ભાણુભા હંસરાજજી જાડેજા (ઉ.વ.26) સામે દારૂની ભઠ્ઠી ગાળવા દારૂનું વેંચાણ તેમજ નલિયા અને નખત્રાણા પોલીસ મથકમાં અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા હોવાથી તેના વિરૂધ અનેક પાસાની દરખાસ્ત કરી કલેકટર પાસે મંજુરી માટે મોકલાવેલ હતી જેની મંજૂરી મળતા એલસીબીએ બન્ને આરોપીની ધરપકડ કરીને અમદાવાદ અને રાજકોટ જેલમાં મોકલી આપવા આગળના ચક્રો ગતિમાન કર્યા છે.

-માહિતી અનુસાર