ફાયર આર્મ્સ રિવોલ્વર(અગ્નિશસ્ત્ર) ફાયર આર્મ્સ સાથે એક ઇસમને સેથળી ગામેથી ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી.

બોટાદ જિલ્લામાં આગામી વિધાનસભાની પેટા ચુંટણી હોય જેને અનુલક્ષીને બોટાદ જિલ્લા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચનાથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના માણસો બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે બોટાદ તાબેના સેથળી ગામ પાસેના ઉમિયા માતાના મંદિર સામે પુલ પાસે આરોપી રાજકુંભાઈ શિવકુભાઈ માંજરિયા ઉ.વ.22 રહેવાસી સેંથળી તા.જી-બોટાદ વાળાને એક ગેરકાયદેસરની રિવોલ્વર(અગ્નિશસ્ત્ર) જેવું ફાયર આર્મ્સ નંગ-૧ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી. સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ગોવિંદભાઇ ગલચર તથા પોલીસ કોન્સ.યુવરાજસિંહ પરમાર તથા પેરોલ/ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઈ.મુકેશભાઈ પરમાર તથા હેડ.કોન્સ જયેશભાઇ ધાંધલ તથા પો.કોન્સ ભરદ્વાજભાઈ રામાનુજ જોડાયા હતા.

રિપોર્ટર લાલજીભાઈ સોલંકી બોટાદ