પોલીસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે પોલીસ શહીદોના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમનુ આયોજન કરતી બોટાદ જીલ્લા પોલીસ


પોલીસ ફ્લેગ ડે ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લાનાં શહીદ વિર સ્વ. શ્રી અશ્વિનભાઈ નરશીભાઈ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ, એલ.સી.બી. શાખાનાઓએ ગત તા.૨૫/૦૬/૨૦૧૪ ના રોજ પોતાની ફરજ દરમ્યાન શહીદી વ્હોરેલ. જેઓની યાદમા બરવાળા ગામે શહીદ વિર સ્વ.શ્રી અશ્વિનભાઈ એ જે સ્કૂલમાં અભ્યાસ કરેલ એ શ્રી ઝબુબા, હાઈસ્કૂલ, બરવાળા ખાતે બનાવેલ શહીદ સ્મારક ખાતે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામા વિર શહીદ સ્વ.શ્રી અશ્વિનભાઈ નરશીભાઈ સોલંકીના સ્મારકને રીથ અર્પણ કરી તથા તેમનાં પરીવાર જનોનુ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું.

શહીદ વિર સ્વ. અશ્વિનભાઈ સોલંકી નાઓની તસ્વીર પ્રદર્શિત કરી તેમની દેશસેવાની ફરજોને યાદ કરવામાં આવી. શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામા આવ્યું જેમાં સ્વ.શ્રી અશ્વિનભાઈ સોલંકીનું પોલીસ વિભાગમાં અનેરૂ યોગદાન યાદ કરવામા આવ્યું તથા તેઓ અમગ્ર પોલીસ વિભાગ માટે પ્રેરણા દાયક બની રહેશે એવી નેમ વ્યક્ત કરવામાં આવી. આ કાર્યક્રમમાં શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ, પોલીસ ઈન્સપેક્ટર, એસ.ઓ.જી. શાખા તથા આર.કે.પ્રજાપતિ, પો.સબ.ઈન્સ, બરવાળા પો.સ્ટેનાઓ તથા શહીદ વિરના પરિવારજનો તથા બરવાળા નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રતાપસિંહ બારડ તથા ભાવસંગભાઈ તલસાણીયા તથા રિટાયર્ડ આઈ.એ.એસ.શ્રી નટુભાઈ ચાવડાતથા શાળાના આચાર્ય શ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ તથા આભાર વિધી શ્રી આર.કે.પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામા આવેલ.
રિપોર્ટર લાલજીભાઇ સોલંકી બોટાદ