કચ્છમાં કોરોનાના માત્ર 9 કેસ ; ભુજ શહેરમાં 5 પોઝિટિવ, સારવાર હેઠળ 18 ઘટીને 237 દર્દી

કચ્છમાં શુક્રવારે કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા છે. પરંતુ, શહેરોના 6 દર્દીમાંથી ભુજ શહેરના 5 અને ગાંધીધામનો 1 કેસ છે. ગામડાઓમાં 3 દર્દીમાંથી પણ ભુજ તાલુકાના 2 અને મુન્દ્રાનો 1 કેસ છે. આમ, છેલ્લા કેટલાય દિવસોથી ભુજ શહેર અને ભુજ તાલુકાના ગામડાઓમાં કોરોનાએ પગદંડો જમાવી દીધો છે. જિલ્લામાં શુક્રવારે વધુ 18 દર્દીઓ સાજા થઈ જતા સારવાર હેઠળ ઘટીને 237 કેસ થઈ ગયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 2746 પોઝિટિવ કેસ ચોપડે બતાવાયા છે, જેમાંથી કુલ 2392 દર્દી સાજા પણ થઈ ગયા છે. તંત્રીએ 237 દર્દી સારવાર હેઠળ અને 70 દર્દીના મોત બતાવ્યા છે. આ સરકારી તંત્રએ જાહેર કરેલા આંકડા છે. વાસ્તવિક આંકડા છુપાવવાની પલાયનવાદી વૃત્તિ બદલાઈ નથી.

-માહિતી અનુસાર