સ્ટેચું ઓફ ઉનિટી નવેમ્બરથી ખુલશે, અડ્વાન્સ બૂકિંગ 500ને પાર


કોરોનાના માહમારીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક માસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવ્યું હતું. હાલમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાના કારણે દિવાળીની વેકેસન માટે સ્ટેચું ઓફ ઉનિટીને ખૂલું મૂકવામાં આવશે. સૂત્રો અનુસાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ 17 જેટલા પ્રોજકટનું લોકાર્પણ કરીને કેવડિયા પ્રવાસન ધામને તેમજ 3 નવેમ્બરથી અન્ય પ્રોજેકટો પણ ખુલ્લા મૂકવામાં આવશે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ દિવાળી વેકેશનમાં કેવડિયા પ્રવાસન ધામ ખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હોટેલ અને ટેન્ટ સીટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના 3 નવેમ્બરના પાંચ સ્લોટમાં 500 થી વધુ ટિકિટ અત્યારથી જ બુક થઇ ગઈ છે અને બીજા બે સ્લોટ પેક પણ થઇ ગયા છે. હવે પ્રવાસીઓ સી-પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે. આમ રોડ, હવાઈ બંને રીતે પ્રવસીઓ આવી શકશે. તેમજ આગામી સમયમાં ટ્રેન પણ શરૂઆત કરી દેવામાં આવશે જેથી પ્રવસીઓની અવર જવર ત્યારે પણ જોવા મળશે.
-માહિતી અનુસાર