દિવાળીના તહેવારમાં અપાતાં ગીફ્ટપેકમાં સૂકામેવાના ઓર્ડરમાં થયો 60 ટકાનો ઘટાડો!

કોરોના મહામારીના કારણે ધંધામાં મંદી દેખાઈ છે ત્યારે કોરોના મહામારી અને લોકડાઉને સુકામેવાના બજારની દિવાળીને ભારે અસર પહોંચાડી છે. ગતવર્ષનો જુનો સ્ટોક હજી પડયો છે અને રમજાન મહિનો લોકડાઉનમાં આવી જતા સ્ટોક કરાયેલો માલ વેચાતો નાથી અને નવા સુકા મેવાનો પાક સારો છે. તેથી સુકામેવાના જથ્થાબંધના ભાવોમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો નોધાયો છે. આ અંગે સુકામેવાના વેપારીઓ પાસેથી મળતી વધુ માહિતી મુજબ ” આ વખતે વ્યવસાયિક ભેટોના ઓર્ડરો ખાસ આવ્યા જ નથી. આ વરસે દિવાળીના તહેવારોમાં કોર્પોરેટ ગિફટીંગની ઘરાકી ૬૦ થી ૬૫ ટકા ઓછી રહેશે એવી શક્યતા દર્શાવાઈ છે.” જોકે આ વરસે અન્ય મીઠાઈ કરતા સુકો મેવો ઘણો સસ્તો છે અને કચ્છની પ્રજા પણ ઉત્સવ પ્રિય છે. આાથી જો દિવાળી પુર્વે ઘરાકી સારી નીકળે એવી આશા વેપારીઓ દ્વારા રખાય છે. ઉપરાંત કોરોનાએ આર્થિક મંદીમાં વાધારો કર્યો છે તો ઘણા ખાનગી કર્મચારીઓની નોકરીથી હાથ ધોવા પડયા છે. તો અમુક કર્મચારીઓના પગારમાં કાપ છે ત્યારે બોનસની તો અપેક્ષા જ વ્યર્થ હોય એવું જાની શકાય છે. અમેરીકન બદામ કિલો દીઠ જથ્થ બંધના ભાવ ૬૦૦ રૂ. છે. જ્યારે લાંબી સ્પેશિયલ બદામના રૂ . ૯૦૦ પ્રતિકિલોએ છે જોકે લાંબી બદામની થોડી ખેંચ વર્તાય છે. પીસ્તાના ભાવ રૂ . ૮૦૦ થી ૧૨૦૦. કાજુના ભાવ ટકેલા હોઈ રૂ . ૬૦૦ થી ૧૩૦૦ છે. આમ છતાં લોકડાઉનમાં મીઠાઈવાળા અને કેટરસોની માંગ ઘટવાથી કાજુ ટુકડાના ભાવ જે ૫૫૦ થી ૬૦૦ હતા એ ઘટીને ૪૦૦ થી ૫૦૦ રહ્યા છે. જ્યારે અફાધાનિસ્તાન કિસમીસની આવક ઓછી હોવાથી તેના ભાવ કિલો દીઠ ૫૦૦ થી ૧૦૦૦ જેવા મજબુત છે. આ વર્ષે અખરોટની માંગ છે ત્યારે તેના ભાવ રૂ. ૧૨૦૦ થી ૧૮૦૦ છે. સુકા મેવાના ધંધાર્થીઓના જણાવ્યા મુજબ દિવાળીના દિવસો પુર્વે છુટક સુકામેવાની ઘરાકી નીકળે એવી ધારણા છે. આ વરસે સમગ્ર દેશમાં સારો વરસાદ પાણી અને સુકામેવાના ભાવમાં તહેવારો પહેલા ઘટાડો થતા આશા બળવતર બની છે. જોકે આ વરસે વ્યવસાયિક પ્રતિષ્ઠાનો દ્વારા મળતા સુકામેવાના ગીફટ પેકેટમાં કોઈ નવીનતા જોવા નથી મળતી એવું પણ જોઈ શકાય છે.