માધાપરમાં ફરી થયો ચોરીનો પ્રયાસ લંડનવાસીનો બંધ ઘર બન્યો ચોરોનો નિશાન

ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ગત બીજી તારીખે લંડનવાસના બંધ મકાનમાં ચોરીના પ્રયાસના બનાવમાં હજુ પોલીસે ત્રણ આરોપીને પકડીને કેસ ઉકેલ્યો ત્યાં ફરી માધાપરમાં રણકો નવાવાસમાં વધુ એક લંડનવાસીના બંધ ઘરમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે, અવાજથી જાગી ગયેલા ઘરના રખેવાડ અને પાડોશીઓએ તૂરંત છત પરથી કુદકો મારીને ભાગવાનો પ્રયાસ કરનાર એક નેપાળી ચોરને પકડી લીધો હતો જ્યારે બે અજાણ્યા વ્યક્તિ નાસી ગયા હતા. બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ મુળ મહારાષ્ટ્રના હાલ રામરોટી કેન્દ્ર પાસે રણકો નવાવાસ માધાપર ખાતે લંડનવાસી રમેશભાઇ બેચરભાઇ કેરાઇના મકાનમાં ભાડુઆત તરીકે રહીને મકાનની દેખરેખ રાખતા નંદકિશોરભાઇ દલપતભાઇ વડાતરની ફરિયાદને ટાંકીને પોલીસ દ્વારા જણાવાયુ હતું કે, ” બનાવ મંગળવારે રાત્રીના એક વાગ્યાના અરસામાં તેમના લંડન ખાતે રહેતા મકાન માલિક રમેશભાઇના ભત્રીજા વિકેશભાઇ પ્રવિણભાઇ કેરાઇના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. વિકેશભાઇના મકાનમાં રાત્રે અવાજ આવતાં ફરિયાદી જાગી જઇને રાડા રાડ કરી મુકી હતી. અને મકાનમાં જોતાં મકાનનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશીને સામાનને જેમતેમ કરી નાખ્યો હતો. જેથી આસ પાસના લોકોએ તપાસ કરતાં મકાનના ધાબા પરથી બે અજાણ્યા શખ્સો કુદીને નાસી ગયા હતા જ્યારે ભીમા શાહી નામનો નેપાળી યુવક કુદકો મારવાનો પ્રયાસ. કરે તે પુર્વે ફરિયાદી અને પાડોશીઓએ તેને ઝડપી લીધો હતો. આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે કરીને ચોરીના પ્રયાસ કરવા સબબ નેપાળી યુવક સહિત બે અજાણ્યા શખ્સ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મકાનની રખેવાડ કરતા નંદકિશોરભાઇ જાગી રાડા રાડ કરી આસપાસના લોકોને ભેગા કરીને તુરંત મકાનમાં છાનબીન હાથ ધરતાં ધાબા પરથી બે તસ્કરો કુદકો મારી ભાગી ગયા હતા જ્યારે ત્રીજો કુદકો મારવાનો પ્રયાસ કરે તે પહેલા લોકોએ ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો.જેની આગળની નોંધ પોલીસ દ્વારા કરાઇ છે.

-સૂત્રો દ્વારા મળતી માહિતી