વાતાવરણમાં પલટો : વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનો કરશે ઠંડીમાં વધારો

winter

નવરાત્રીની પૂર્ણાહુતિ બાદ હવે દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે . ગુજરાત રાજયમાં ગુરુવારે વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ચાલુ રહેતાં 18 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચતાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે, પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ રહેતાં લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો. ગુરુવારે સમગ્ર રાજ્યમાં 15.0 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું હતું. વાતાવરણમાં સવાર અને સાંજ ઠંડા જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગે આપેલા આંકડાઓ પ્રમાણે ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી ગગડીને 16.7 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન ઠંડા પવનોનું પ્રમાણ રહેતાં ઠંડકમાં સામાન્ય વધારો નોંધાયો હતો. જેના લીધે ઠંડીનો ચમકારો અનુભવાયુ હતું.