સર્વિસ સ્ટેશને બતાવવા જતાં ભુજ મીરજાપર રોડ પર કારમાં લાગી આગ

ભુજમાં હર રોજ અવનવી ઘટના બનતી હોય છે ત્યારે ભુજમાં મીરજાપર રોડ પાસે કારમાં આગ લાગવાની ઘટના બની છે. નિલય શુકલ પોતાની કાર કંપનીના સર્વિસ સ્ટેશનમાં બતાવવા જતા હતા ત્યારે શુક્રવારે સાંજે 5 વાગ્યાના અરસામાં કારમાંથી અચાનક આગ ફાટી નીકળી હતી. તેમણે કહ્યું હતું કે, ” કારમાંથી ધૂમાડા નીકળતા સર્વિસ સ્ટેશનની બહાર રોડ ઉપર કાર પાર્ક કરી કારમાંથી બહાર નીકળતો હતો ત્યાં આગ ફાટી નીકળી હતી.” પોલીસ દ્વારા ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમના ડ્રાઈવર સાવન ગોસ્વામી, ફાયર મેન અસલમ પટ્ટી અને હેલ્પર વિશાલ ગોરે દોઢ બે કલાકની મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ, ત્યાં સુધી કારના ટાયર, એન્જિન સહિત તમામ સળગીને ખાખ થઈ ગયું હતું.

– સૂત્રો અનુસાર