ભચાઉ તાલુકાના ખેડૂતોને હવામાનની પૂરતી જાણકારી મોબાઇલમાં મેસેજ દ્વારા મળશે

કચ્છમાં ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર, ગ્રામીણ કૃષિ મોસમ સેવા કેન્દ્ર અને સરદારકૃષિનગર કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલુકાના 11500 જેટલા ખેડૂતોને મોબાઇલના મેસેજ દ્વારા હવામાન બાબતની જાણકારી અગાઉથી માહિતી આપવામા આવશે. આ સગવળ થી ખેતીમાં થતાં નુક્સાનને અટકાવી શકાશે. આ સંસ્થાઓ દ્વારા અઠવાડિયામાં બે વખત પ્રસિદ્ધ થતા કૃષિ હવામાન બુલેટીનનો હેતુ ખેડૂતોનું હવામાન માટે ધ્યાન ખેંચાય અને અનિયમિત હવામાનને લીધે પાકમાં થતા નુકસાનને ઘટાડવાનો છે. તાલુકાના કિસાનોને પાંચ દિવસ પહેલા જ વાવેતર કે પાક ઉતારતા પહેલાના તાપમાન, ભેજ, વાદળા, વરસાદ, પવનની દિશા જેવી ખેતીમાં ખૂબ ઉપયોગી જાણકારી મળી રહેશે, તે ઉપરાંત કૃષિ મોસમ સેવા કેન્દ્રના માધયમ થી દિવસમાં બે વખત ચાલુ વાતાવરણની માહિતી પણ મોબાઈલમાં આપવામાં આવશે. જીપીએસ આધારિત સ્વસંચાલિત હવામાન કેન્દ્રનું નવીનીકરણ કમલેશ મોઢ અને એની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રના વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એ. એચ .સિપાઈ ઓબ્સેર્વર જયદીપ હીરાપરા દ્વારા લોકાર્પણ કરાયું હતું. આ બાબતે ભચાઉ કૃષિ યુનિવર્સિટીના ટેક્નિકલ ઓફિસર કુલદીપ સેવકે કહ્યું હતું કે, ” તાલુકાના ખેડૂતોનું એક વોટ્સએપ ગ્રુપ બનશે જેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ થતાં હાલે 150 જેટલા ખેડૂતો જોડાયા છે. સ્માર્ટ મોબાઈલ નહિ હોય તેમને ટેક્સ મેસેજ દ્વારા માહિતી અપાશે. તે ઉપરાંત એમ કિસાન દ્વારા વિગત મળશે પાકને લઈ પ્રશ્ન હશે તો સહ સંશોધન વડા માર્ગદર્શન આપશે. “
– મળતી માહિતી