અમેરીકામાં કોરોનાનો હાહાકાર : છેલ્લા ચોવીસ કલાકમાં બે લાખ નવા પોઝિટિવ કેસ

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં પોતાનો કહેર બતાવ્યો છે ત્યારે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની ગરમી હવે ઠંડી પડવા આવી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના બે લાખ કેસ નવા પોઝિટિવ આવ્યા હતા. જો બાઇડન જ્યારે સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે ત્યારે સૌથી મોટો મુદો કોરોનાનો રહેશે .  બે લાખ નવા કેસ સાથે અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા દસ કરોડના આંકને પાર કરી ગઇ હતી કોરોના સંક્રમણનો કુલ આંકડો 10 કરોડ 55 લાખ, 9,184ની થઇ ગઇ હતી. એક અહેવાલ મુજબ અમેરીકામાં કોરોનાના પગલે અત્યાર સુધીમાં બે લાખ 45 હજાર 799 લોકોનાં મરણ થયાં હતાં. અત્યાર સુધીમાં 66 લાખ 1.331 લોકો રિકવર થઇ ને ઘરે પાછાં ફર્યાં હતાં. અત્યારે અમેરિકામાં 37 લાખ 12 હજાર 54 વ્યક્તિની સારવાર ચાલી રહી હતી.નિષ્ણાતોનું માનવું છે કે આવી રહેલો શિયાળો અમેરિકામાં કોરોનાની બીજી લહેરને વધુ ઘાતક અને ખતરનાક બનાવશે અને વધુ લોકો કોરોનાગ્રસ્ત થઇને પોતાનો જીવ ગુમાવશે. ટ્રમ્પ અત્યારે પોતાનું બધું વાઇન્ડ અપ કરવામાં વ્યસ્ત રહેવાથી કોરોનાની બીજી લહેરને ડામવામાં ઝાઝો ઉત્સાહ નહીં દાખવે. જો બાઇડન સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે ત્યાં સુધીમાં આ મુદ્દે ઘણું મોડું થઇ ગયું હશે. વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વ્હૂ)એ પણ અમેરિકામાં વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાની બીજી લહેરના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અને કોરોનાના ઓછા કેસ નોંધાય તે માટે અમેરિકાએ યોગ્ય પ્રયત્ન કરવા જરૂરી બને છે.

– મળતી માહિતી