સતિષ ૧૦ વર્ષે ઘરે પહોંચ્યો ૧૦ વષિય બાળકને ૮ વર્ષે પિતા મળ્યા

બિહાર રાજ્યના ખગડીયા જિલ્લાનાં અમોસી ગામનો ૩૪ વર્ષિય સતિષ આખરે ૧૦ વર્ષે પોતાનાંઘર સુધી પહોચ્યો છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાંસીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરને તે નખત્રાણા શહેરમાંથી ૯ મહિનાં પહેલાં મળ્યોહતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળે લઈ આવી તેનીસારવાર શરૂ કરાવી હતી. ડો. મહેશભાઈ ટીલવાણીની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો હતો. સંસ્થાનાંસામાજિક કાર્યકર દીનાનાથજીએ તેની પાસેથી માહિતી મેળવી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા.તે દિપાવલી પવ તેનાં પરિવારજનો સાથે મનાવે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થાએ તેને સંસ્થાનાંસામાજિક કાર્યકર દીનાનાથજી સાથે તેના ઘર સુધી પહોચાડવાનું નક્કી કર્યું. તેને શ્રી રામદેવસેવાશ્રમસ્થળેથી શુભેચ્છા પાઠવવામાં આવી અને તેણે ઘર તરફ પ્રયાણ કર્યું હતું. બિહારનાં ખગડીયાથીતેનાં ઘરનું અંતર ૨૦ કિલોમીટર હતું. વચ્ચે ૩ નદી પાર કરવી પડે. હોડકામાં બેસી ત્રણે નદીઓ પાર કરી૧૦ કિલોમીટરનું અંતર કાપી ત્યાર બાદ ૧૦ કિલોમીટર પગે ચાલી માનવજ્યોતની ટીમતેનાંઘર સુધીપહોચી હતી. મધ્ય રાત્રિએ અંધારૂ છવાઈ ગયું હોવા છતાં અમોસી ગામવાસીઓ ૧૦ વરસ પછી ઘરે આવીરહેલા સતિષ ને આવકારવા વિશાળ સંખ્યામાં હાજર હતા. મધ્ય રાત્રિએ સતિષ ઘરે પહોચતા પરિવારમાંખુશી અને આનંદ… ઉલ્લાસ જોવા મળ્યો હતો. પરિવારજનો તેને ભેટી પડ્યા ત્યારે સોની આંખો આંસુથીભિંજાઈ ગઈ હતી. પરિવારજનોનાં જણાવ્યા મુજબ માનસિક તકલીફ ઉભી થતાં તેણે ૧૦ વર્ષે પહેલા ઘરછોડ્યું હતું. પુત્ર બે વર્ષનો હતો ત્યારે માતાએ પણ ઘર છોડી દીધું હતું. સતિષ ઘરે પહોચ્યો ત્યારે તેનો પુત્ર૧૦ વર્ષનો થઇ ચૂકયો હતો. પરિવારજનોએ સતિષને હષંભેર વધાવ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજનોઆભાર માન્યો હતો. પિતા-પુત્રનું મિલન થયા પછી માતા પણ આઠ વર્ષ પછી ઘરે પાછા ફરવાની ઇચ્છાદર્શાવી હતી. આમસતિષ ઘરે પહોચતાં જ છૂટો પડી ગયેલો પરિવાર ફરી એક બની બેઠી થયો હતો.માનવસેવાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, દીનાનાથજી, આનંદ રાયસોની, દિપેશ શાહ,પંકજ કરૂવા, દિલીપ લોડાયા, મહેશભાઈ ઠક્કર, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.તંત્રી શ્રી,ઉપરોક્ત સમાચાર આપના લોકપ્રિય અખબારમાં પ્રસિદ્ધ કરવા વિનંતી