મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રીતે કરશે નવા વર્ષની શરૂઆત

સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છબી ધરાવે છે. તેઓ તહેવારોની ઉજવણીમાં પણ ઉત્સાહી હોય છે. હાલમાં જ તેઓએ રાજકોટમાં પોતાની દુકાનમાં ચોપડા પૂજન કર્યું હતુ. હવે તેઓ નવા વર્ષની ઉજવણી પણ કરશે. હવે તેમના નવા વર્ષના ઉજવણીનું પણ પ્લાનિંગ થઈ ગયું છે.
નવા વર્ષનું મુખ્યમંત્રીનું શિડ્યુલ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે સોમવારે 16 નવેમ્બરે વિક્રમ સંવત 2077 ની ઉજવણીમાં વ્યસ્ત રહેશે. તેઓ સવારે 8 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં પૂજન અર્ચનથી કરશે. ત્યાર બાદ સવારે 9 કલાકે અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન પૂજન માટે પણ જશે. જેના બાદ પરંપરાગત રીતે પ્રતિ વર્ષ નૂતન વર્ષ દિનનો પ્રારંભ કરશે. પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજનથી તેઓ નવા વર્ષની શરૂઆત કરશે. જોકે, આ પરંપરા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે.
