ભિટારા ગામે સુઘરીના માળા બન્યા આકર્ષણનું કેન્દ્ર
ભિટારા ગામ પાસે આવેલી એક મોટી તળાવડીની વચ્ચોવચ્ચના ભાગમાં પક્ષીઓ માટે એક નાના કુદરતી બેટનો અહેસાસ કરાવે છે. તળાવડીની વચ્ચોવચ્ચ આવેલા એક મોટા વૃક્ષ પર અંદાજીત 500 જેટલા સુગરી પક્ષીઓના રહેઠાણરૂપી માળા જોવા મળે છે. મોટાભાગે સારા ચોમાસા બાદ લગભગ બારેમાસ આ જગ્યા પાણીથી ભરાયેલી જોવા મળે છે. સુગરી પક્ષી તેના માળા બનાવવા માટે એક પ્રખ્યાત પક્ષી છે. સુગરી ખૂબ જ ચતુરાઇપૂર્વક માળાનું સર્જન કરે છે. માળો બનાવવા માટે વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે તેમજ શક્ય હોય ત્યાં સુધી માળાની નીચે પાણીવાળી જગ્યા પસંદ કરે છે, જેથી કરીને સાપ જેવા કોઇ ઘાતક જીવ તેના માળા સુધી પહોંચી ન શકે જેથી ઇંડા અને બચ્ચાને રક્ષણ મળી શકે. માળામાં ભીની માટીનો પણ ઉપયોગ કરે છે, આ માટી ઉનાળાની સખત ગરમીમાં પણ ઠંડકનો અનુભવ થાય છે અને ભારે પવનમાં ઘાસથી બનેલા માળા ઊડી ન જાય અથવા માળાને કોઇ નુકસાન ન થાય. સુગરી ખાસ પ્રકારનો એક માળો બનાવે છે, જેને ત્રણ અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડે છે. નર પક્ષી જ માળો બનાવે છે. નર પક્ષીએ બનાવેલો માળો, માદા પક્ષીને પસંદ ન આવે અને નાપસંદ જાહેર કરે તો માળાનું નિર્માણ આગળ વધતું નથી. માદા પક્ષી એ નર પક્ષીને નહીં પણ?તેણે બનાવેલા માળાને પસંદ કરતી હોવાથી નર પક્ષી ખૂબ જ ધ્યાનપૂર્વક માળખાનું સર્જન કરે છે.
- મળતી માહિતી