દિવાળીના પર્વ નિમિતે સમૂહયજ્ઞ, કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા.

સાળંગપુરના કષ્ટભંજન દેવના 6.50 કરોડના વાઘા, 8 કિલો સોનામાંથી તૈયાર થયા છે.વાઘા તૈયાર કરવામાં 22 ડિઝાઇનર આર્ટિસ્ટ અને 100 જેટલા સોનીઓએ કામ કર્યું.સુવર્ણ વાઘામાં અર્વાચીન,પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન વાઘામાં રિયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રિયલ રુબિ જડેલું છે.સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ પછી કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવાયા. ભગવાનને પહેરાવવામાં આવનારા આ સુવર્ણ અને હીરાજડિત વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

-મળતી માહિતી