જાફરાબાદ દરિયામાં ૫૦ નોટિકલ માઇલ દૂર એક ઇજાગ્રસ્ત ખલાસીનો જીવ બચાવ્યો…

ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક તંત્ર ને જાણ કરતા સફળ રેસ્ક્યુ કરાયું…જાફરાબાદ ની રાધિકા પ્રસાદ નામની બોટ એક બોટ ગતરોજ બપોરનાં સમયે અંદાજે 50 નોટિકલ માઇલ દૂર ફિસિંગ સમયે રતીલાલ સોલંકી નામના એક ખલાસીને ફિસિંગ કામ કરતા વીજ નામની મશીનમાં આવી જતા ઇજા પામી હતી એટલે ટંડેલ દ્વારા સમય-સૂચકતા રાખી તાત્કાલિક ધોરણે વાયરલેશ દ્વારા જાફરાબાદ નાં આગેવાનો ને માહિતી આપતા. તેમણે સ્થાનિક ધારાસભ્ય અંબરીષ ડેર અને કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણ બારૈયા ને તાત્કાલિક જાણ કરતા આ બંને આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર, મરીન પોલીસ તથા સ્પીડ બોટ નાં પાઇલટ ને જાણ કરી કરતાં તંત્ર દ્વારા તાત્કાલીક સ્પીડ બોટ ની મદદથી દરિયામાં મધદરિયે બોટમાં ઈજાગ્રસ્ત ખલાસી ને પીપાવાવ પોર્ટ ખાતે લાવી એમ્બ્યુલન્સ મારફતે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હાલ તેની તબિયત સ્થિર છે આ સફળ રેસ્ક્યુ સમયે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ ધવલ સાકરીયા તથા પોલીસ સ્ટાફ સહિત નાં અધિકારીઓ પણ ખડેપગે રહ્યા હતા. ત્યારે આ ખલાસી ને સમયસર સારવાર મળી રહેતાં આબાદ બચાવ થયો હતો. આ તકે ખારવા સમાજ નાં આગેવાનો દ્વારા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઇ બારૈયા અને વહીવટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો…

રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા….