કિડાણામાં ઝેરી દવા પી લેતાં યુવાનનું મોત


આ બાબતે પોલીસ ચોપડેથી પ્રા વિગતો મુજબ બનાવ ગત સાંજે બન્યો હતો જેમાં કિડાણા રહેતા ૧૮ વર્ષીય જયેશભાઇ નાગશીભાઇ માતંગે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેમને પિતા નાગશીભાઇ રામબાગ હોસ્પિટલ લઇને ગયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જયેશે દમ તોડી દીધો હતો. તબીબે પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી છે. કયા કારણોસર આ બનાવ બન્યો તે બાબતે તપાસ પીએસઆઇ એમ.કે.વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે