ખંભાળિયામાં બે સખ્શો એ યુવક ને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવ્યો

જામનગરના જામખંભાળીયામાં બે સખ્શોએ એક યુવાન ને નગ્ન કરી શહેરના રસ્તા પર ફેરવ્યો હતો. આ ઘટના ને પગલે તમાશો જોવા માટે લોકો ના તોળા એકત્રીત થયા હતા .આ બનાવથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. યુવાને જૂની અદાવતમાં પોલીસને ફરિયાદ કરી હોવાથી આ શખ્સોએ યુવકને નગ્ન કરી શહેરમાં ફેરવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. લોકોને જોઈને યુવાન બોલે છે કે સાબિત કરી બતાવજો.ત્યારે સાથે રહેલા બે શખ્સો યુવાનને ફડાકા મારી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. આ યુવાને થોડા દિવસ પહેલા જ જુની અદાવતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ વાતનું મનદુ:ખ રાખી બંને શખ્સોએ યુવાનને નગ્ન કરી શહેરભરના રસ્તાઓ પર ફરાવ્યો હતો. બાદમાં યુવાનને પોલીસને સોંપ્યો હતો. નગ્ન અવસ્થામાં શહેરમાં ફેરવવામાં આવ્યો તે યુવાન છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે.ખંભાળિયા પોલીસને સોંપ્યા બાદ આગળ ની વધુ તપાસ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી છે .
-મળતી માહિતી મુજબ