બગોદરા 108 દ્વારા પ્રાઇવેટ બસ (પટેલ ટ્રાવેલ્સ) માં સફળ ડિલિવરી


રાતના 9 વાગ્યા ના અરસામાં પટેલ ટ્રાવેલ્સ અમદાવાદ થી રાજકોટ તરફ જતી હતી રસ્તામાં હિરલબેન બિપીનભાઈ બબરીયા ઉંમર 22 વર્ષ રહે ગરબાડા દાહોદ ને ડિલિવરી નો દુખાવો થતાં બસ ડ્રાઈવરે બગોદરા પોલીસ સ્ટેશન પાસે બસ થોભાવી 108 માં કોલ કરી મદદ માગી હતી 108 ના પાઇલોટ લાલજીભાઈ અને ઈ એમ ટી કલ્પેશ જાની ધટના સ્થળે પહોસ્યા તો બસ માં ડિલિવરી કરાવવી પડી માતા અને બાળક ને વધુ સારવાર માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઇ ગયા હતા બગોદરા 108 દ્વારા એક માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે
રિપોર્ટર :ગોહેલ સોહીલ કુમાર