બગોદરા હાઇવે પર આવેલ ઇંબોક્સ કંપનીના કારીગરો નો પગાર ન વધારતા કારીગરો હડતાલ પર

બગોદરા: મળતી માહિતી મુજબ બગોદરા બાવળા રોડ પર આવેલી પવનચક્કી બનાવતી કંપની ના વર્કરો નો પાંચ વર્ષથી એગ્રીમેન્ટ ન વધારતા વળી ગઈ જાન્યુઆરી અને ફેબ્રુઆરી નો પગાર ન આપતા હડતાળ પર ઉતર્યા છે વળી તેમનું કહેવું છે કે આ કંપનીમાં કેમિકલના ઉપયોગ થતો હોય છે અને તેમને  ટાઈમ સર તેમનો સેફટી એપ્રોન અને સેફટી બુટ ટાઈમ સર આપતા નથી વળી રીઝાઈન આપવા જાય છે ત્યારે તેમનો પગાર નહીં કરવાનું કહે છે મહારાષ્ટ્રમાં પણ આ કંપની છે તેનો પગાર અને ગુજરાતમાં કંપની છે તેના પગાર મા ઘણો ફરક પડે છે કંપની તરફથી વર્કરોના પગારમાંથી બોનસ કપાય છે અને દર દિવાળી પહેલા તે બોનસ વર્કરો ને આપે છે પણ આ દિવાળી પર દિવાળી નું બોનસ પણ આપવામાં આવ્યું નથી કંપની દ્વારા વર્કરો નું એ પણ ટાઇમ પર જમા થતું નથી વળી વર્કરો માટે જે જમવાનું કેન્ટીન છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે તો આ એમની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદતની હડતાલ રાખવાનું બધાએ નક્કી કરેલ છે અડધા હાલમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સરકારી ગાઇડલાઇન મુજબ જ હડતાળ જારી રાખવાનું જાણવા મળ્યું છે.

         વર્કરો યુ.પી,બિહાર,એમ.પી અને ભારતના અલગ-અલગ વિસ્તારમાંથી અહીં પૈસા કમાવવા માટે આવેલા છે અને તે પોતે ભાડાના મકાનમાં રહે છે તેમની પાસે મકાન ભાડા ના પણ પૈસા નથી તેમની એટલી જ માગણી છે કે તે પગાર સમયસર કરે અને તેમનું ઇન્ક્રીમેન્ટ કરે.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર