શ્યામ શિખર ટાવરમાં રવિવારે વહેલી સવારે આગ ભભૂકી

અમદાવાદમાં બાપુનગરવિસ્તારના શ્યામ શિખર ટાવરમાં અચાનક આગ લાગતા ૨૦થી વધુ દુકાનો બળીને ખાખ થઈ. એક બાજુ કોરોના અને બીજી બાજુ આવી ઉપાધિ વેપારીઓને ત્રસ્ત કરી નાખે છે

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે શ્યામ શિખર ટાવરમાં અચાનક આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૨૦ થી વધુ મોબાઈલ ની દુકાનો સહિત બળીને ખાખ થઈ આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચતા પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં લીધી. શ્યામ શિખર ટાવરમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચતા તમામ પ્રયાસો કરતા ભીષણ આગને કાબુમાં લેતા સતત યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરતા સફળતા મળી

પ્રાપ્તમાહિતી અનુસાર શ્યામ શિખર ટાવરમાં મોબાઈલ વેચવાથી લઈને રીપેરીંગ ની અનેક દુકાનો આવેલી છે તે મોબાઈલ હબ તરીકે ઓળખાય છે, રવિવારે વહેલી સવારે ચાની કિટલીમાં સિલિન્ડર બ્લાસ્ટ ને કારણે આ આગ લાગી હતી શ્યામ શિખર સંકુલમાં મોબાઈલ એસેસરીઝની દુકાનો છે ભીષણ આગને કારણે નાસ ભાગ મચી ગઇ હતી જોકે ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ટીમે મહામહેનતે આગ ને કાબુમાં લીધી હતી આ કોમ્પેલક્ષમાં ATM સેન્ટર પણ હતું તે પણ આગની લપેટમાં આવીજતા બળીને ખાખ થઈ ગયું હતું જોત જોતામાં સોર્ટસર્કિટ ને કારણે આગ પુરા કોમ્પ્લેક્સમાં પ્રસરી ગઈ હતી.