મોડાસા : એક્ટીવા પર દેશી શરાબની પોટલો વેચતા શખ્સને LCBએ ઝડપ્યો

મોડાસા :અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી શરાબની બોટલો જોવા મળી રહી છે. મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં રોજનો હજ્જારો લીટર દેશી શરાબ લોકો  ગટગટાવી જતા હોય છે. જેમાં મોટા ભાગનો દેશી શરાબનો જથ્થો છારાનગર (જીવણપૂર) સહીત મોડાસા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોડીંગ અને સીએનજી રિક્ષા અને સ્કૂટર,મોપેડ અને બાઈક મારફતે ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જાહેર થઈ રહ્યું  છે. પોલીસતંત્ર પણ પ્રોહીબીશનના કેસ કરવાના હોય ત્યારે સર્વોદય નગર વિસ્તારમાં ત્રાટકતી હોય છે. સર્વોદય નગર વિસ્તારમા ૪ જેટલી મહિલાઓ દેશી શરાબના અડ્ડાઓ ચલાવી રહી છે. અરવલ્લી LCB પોલીસે એક્ટિવા પર પ્લાસ્ટિકના ચાર પોટલામાંથી દેશી શરાબ લીટર-૬૯ કીં.રૂ.૧૩૮૦/- નો જથ્થો કબ્જે કરી છારાનગર (જીવણપૂર) ના શખ્સને પકડી પાડી ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ પાંજરે ધકેલાયો.  

-મળતી માહિતી અનુસાર