થરાદમાં રવી પાકના સીઝનમાં ખાતરની ખરીદી કરવા માટે સંઘ આગળ ખેડૂતોની લાગી લાંબી લાઈનો

બનાસકાંઠા: સરહદી થરાદ ગામના ખેડુતો કુદરતની વિવિધ થપાટો ઝીલીને કોરોના મહામારી વચ્ચે પણ નર્મદાના પાણીની મદદથી રવિસિઝનનું વાવેતર કરવા માટે દોડી રહ્યા છે. આ માટે તેઓને ખેતરમાં નાખવા ખાતરની જરૂરિયાતો પડે છે. જો કે ખેડુતો પરેશાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે તેમ તાલુકા ખરીદવેચાણ સંઘના ચેરમેને કહ્યું હતું. જીલ્લાના સરહદી થરાદ પંથકના ખેડુતોની રવિસિઝન ચાલી રહી છે. ખેતરોમાં વાવેતર કરેલા વિવિધ પાકોમાં તબક્કાવાર પાણી આપતાં પહેલાં ખાતરની પણ જરૂર પડતી હોય છે. આથી ગ્રામિણ વિસ્તારના ખેડુતો ખાતરની ખરિદી કરવા માટે થરાદના સહકારી ખરીદવેચાણ સંઘ આગળ વહેલી સવારથી જ પોતાનાં વાહનો સાથે આવી પહોંચે છે. આથી બારી આગળ ખેડુતોની લાંબી લાઇનો જોવા મળે છે. ખેડુત કરશનભાઇએ જણાવ્યું હતું કે એક ખેડુતને તેની માંગણી પ્રમાણે ખાતર મળી રહ્યો છે. એક બાજુ કોરોનાના સમયમાં અન્ય વેપાર ધંધા અને રોજગાર પર અસરો થવા પામી છે. ત્યારે દેશને મુશ્કેલીમાંથી બેઠો કરનાર ખેડુતવર્ગને કોઇપણ પ્રકારની પરેશાની ન થાય અને સરળતાથી રાહતદરે ખાતર સમયસર મળી રહે તે માટે સ્ટોક સહિતનું ધ્યાન રાખવામાં આવ્યું છે.