કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારીમાં રાપર તાલુકા ને મહત્વનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું

તાજેતરમાં ભુજ મુકામે જીલ્લા સંઘના પ્રમુખ શ્રી નયન સિંહ જાડેજાના અધ્યક્ષ પદે જીલ્લા સંઘની કારોબારી મીટીંગ બોલાવવામાં આવી હતી,જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના ચાલુ રાખવી.વિકલ્પ રદ કરવા.HTAT વધ દૂર કરવી જેવા પ્રશ્નો રાપર તાલુકા શિક્ષક સંઘ વતી રજુ કરવામાં આવ્યા હતા.

જીલ્લા સંઘની કારોબારીમાં આટલા વર્ષોમાં પ્રથમ વખત તાલુકાને મહત્વનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા સંઘના ઉપપ્રમુખ પદે ભિમાસર ના વતની એવા આંબા ભાઈ મકવાણા ની તથા જિલ્લાના સિનિયર મંત્રી પદે શ્રી રોહિતભાઈ જીવણ ભાઈ ચોધરી તથા જિલ્લાના સંગઠન મંત્રી તરીકે ભીમાસર ના જ વતની. શ્રી ભરતભાઈ કે પરમારની વરણી કરવામાં આવી હતી.HTAT સમિતિના સલાહકાર તરીકે માખેલ શાળા ના આચાર્ય શ્રી નરેશ દાન ગઢવીની તથા જિલ્લા આંતરિક ઓડિટર તરીકે સુરેશગિરી ગોસાઈ તથા જિલ્લા પ્રચાર મંત્રી તરીકે મોડા સી આર સી શ્રી જીગ્નેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આજરોજ રાપર તાલુકા પ્રા શિક્ષક સંઘની કારોબારી બેઠક સંત શ્રી ત્રિકમ સાહેબ વીરડા એ બોલાવી હતી જેમાં તાલુકાના સિનિયર ઉપપ્રમુખ પદે શ્રી ભરત ભાઈ પરમાર તથા બીજા ચાર ઉપપ્રમુખ તરીકે શ્રી મનુભાઈ દેસાઈકનુભાઈ પટેલ રતિલાલ શુક્લ ચિનુજી ઠાકોર ની વરણી કરવામાં આવી હતી તથા તાલુકા ના ખજાનચી પદે શ્રી વિપુલભાઈ પટેલ તથા સહમંત્રી તરીકે શ્રી અશોકભાઈ ચોધરી મહાદેવ ભાઈ કાગ, મયંક ભાઈ પંડ્યા.મહેન્દ્ર ભાઈ પરમાર તથા લક્ષ્મણ ભાઈ દૈયા ની વરણી કરવામાં આવી હતી,સિનિયર સલાહકાર તરીકે શ્રી સુર્યશંકર ગોર.વેરશી ભાઈ સોલંકી મનજી ભાઈ ચાવડા,ગણેશ ભાઈ કાગ તથા લીલાભાઇ ઠાકોર ની વરણી કરવામાં આવી હતી.

શિક્ષકો ના પ્રશ્નો ને વાચા આપવા ની સાથે તાલુકાના બાળકો ને પણ સંઘ કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે શિક્ષણ જાગૃતિ માટે ના કાર્યક્રમો કરવા માટેનું ભંડોળ પણ ઉભુ કરવું અને તાલુકાના બાળકો ને સારું શિક્ષણ મળી રહે તે માટે ના તમામ પ્રયત્નો રાપર તાલુકા પ્રા શિક્ષક સંઘ કરશે એવું સર્વાનુમતે નકી કરવામાં આવ્યું.