આસ્થાએ અલ્પ સંખ્યક સમૃદ્ધિવાનોમાં શરદઋતુની મોસમમાં આસ્થાનો આવાજ બુલંદ કર્યો


શ્રી રામદેવપીરની માગશર સુદ અજવાળી બીજ નિમિત્તેઆસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ(સેવા-શિક્ષણ-આરોગ્ય) દ્રારા સેવન સ્કાય રોડ બાજુ ઘરવિહોણા રંક પરિવારના પરપ્રાંતીય મજદૂર ઝૂંપડપટ્ટી વસાહતોમાં અને ખાવડા રોડ બાજુ રૂદ્રમાતા પુલ,આબેંડકર નગર,સરસપુર પાટીયો, આંબલિયા વાળી વસાહતોમાં “ગંગા સ્વરૂપ બહેનોને” શિયાળાના ગરમ ધાબળાઓનું” તથા તાલપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું.વિતરણમાં કારોબારી સભ્ય પંકજભાઈ વ્યાસ અને હરજીવનભાઇ ખોયલા સાથે ટ્રસ્ટના મુખ્ય ચેરમેન પરેશભાઈ પ્રેમજીભાઈ ઠક્કર સાથે રહ્યા હતા.